નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના રામલીલા મેદાનમાં આજે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા વિરોધી પક્ષોને બરાબર આડે હાથ લીધા. તેમણે દેશવાસીઓને ખાસ કરીને મુસલમાનોની સામે નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) અને NRCને લઈને હકીકત રજુ કરવાની કોશિશ કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેમના સાથી અર્બન નક્સલી એનઆરસી પર દેશના મુસલમાનોને ડિટેન્શન સેન્ટરનો ડર બતાવી રહ્યાં છે. જ્યારે તેમની સરકાર બન્યા બાદથી આજ  સુધી એનઆરસી શબ્દની ચર્ચા સુદ્ધા થઈ નથી. તેમણે કહ્યું કે ડિટેન્શન સેન્ટરમાં મોકલવાની વાત તો દૂર રહી...દેશમાં ક્યાંય ડિટેન્શન સેન્ટર પણ નથી. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ વોટ બેંક માટે ભાગલાની રાજનીતિ કરતી આવી છે. તે સત્તાથી દૂર છે તો તેણે વળી પાછું ભાગલા પાડવાનું પોતાનું જૂનું હથિયાર બહાર કાઢ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિન્દુસ્તાનના મુસ્લિમોને CAA સાથે કોઈ લેવાદેવા નથી: PM મોદી


ભારતીય મુસલમાનોને એનઆરસી અને સીએએ સાથે કોઈ લેવાદેવા નથી
તેમણે દેશના મુસલમાનોને આશ્વાસન આપ્યું કે એનઆરસીની તેમના પર કોઈ અસર થવાની નથી. પીએમ મોદીએ કહ્યું કે જે ભારતની માટીના મુસલમાનો છે, જેમના પૂર્વજો ભારતમાતાના સંતાનો છે, તેમને  નાગરિકતા કાયદો અને એનઆરસી સાથે કોઈ લેવાદેવા નથી. દેશના કોઈ પણ મુસલમાનને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવશે નહીં, હિન્દુસ્તાનમાં કોઈ ડિટેન્શન સેન્ટર સુદ્ધા નથી. 


નાગરિકતા સંશોધન કાયદો મુસલમાનો વિરુદ્ધ નથી, વિપક્ષ મુસ્લિમોને ડરાવે છે-નીતિન ગડકરી


મુસલમાનોને ડરાવીને દેશમાં ભાગલા પાડી રહી છે કોંગ્રેસ
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને તેની સાથેના શહેરોમાં રહેતા કેટલાક ભણેલા ગણેલા અર્બન નક્સલીઓ અફવાઓ ફેલાવી રહ્યાં છે કે તમામ મુસલમાનોને ડિટેન્શન સેન્ટરોમાં મોકલાશે. તેમણે કહ્યું કે હું સ્તબ્ધ છું કે આ અફવાઓ પર સારા ભણેલા ગણેલા લોકો પણ પૂછી રહ્યાં છે કે આ ડિટેન્શન સેન્ટર શું છે. કઈંક તો તમારા શિક્ષણનું માન જાળવો. એકવાર અભ્યાસ તો કરો કે બંધારણ સંશોધન અને એનઆરસી આ બધુ છે શું? તમે તો ભણેલા ગણેલા છો. પીએમ મોદીએ જનતાને કોઈ પણ મુદ્દે પગલું ભરતા પહેલા તેની સારી પેઠે સમજવા માટે અપીલ કરી. તેમણે કહ્યું કે દેશના યુવાઓને આગ્રહ કરું છું કે જરા વાંચો તો ખરા. આ જે પણ ભ્રમ છે.. હું કહેવા માંગુ છું કે કોંગ્રેસ અને તેના અર્બન નક્સલી સાથીઓ  દ્વારા ઉડાવવામાં આવેલી ડિટેન્શન સેન્ટરવાળી અફવા સાવ ખોટી છે, બદઈરાદાવાળી છે, દેશને તબાહ કરવાના નાપાક ઈરાદાઓવાળી છે. આ સાવ ખોટું છે, ખોટું છે અને ખોટું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....